શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણસરોવરિયા અને લખપતિઆ મહાજન

શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણસરોવરિયા અને લખપતિઆ મહાજન MPT ACT 1950 હેઠળ નોંધાયેલ ટ્રસ્ટ છે. આપણા પૂર્વજો દ્વારા વર્ષ 1947 ના ભાગલાનો ભોગ બનેલા શરણાર્થીઓને નિ:શુલ્ક આવાસો પૂરા પાડવા માટે વર્ષ 1962 માં આ ટ્રસ્ટ ની સ્થાપના થઇ હતી. આ શરણાર્થીઓ પાસે બે જોડી કપડાં સિવાય બીજું કશું નહોતું. 500 થી વધુ લોકોને આશ્રય આપવા માટે ટ્રસ્ટ દ્વારા મુંબઇના હરિત પરાંમાંથી એક, મુલુંડમાં ચાર મકાનોમાં, 130 ઘર બનાવ્યા..

શ્રી કરાચી કચ્છી લોહાણા નારાયણસરોવરિયા અને લખપતીયા મહાજન આ 130 ઘરોનું સંચાલન કરે છે. જરૂરિયાતની સરકારી ચૂકવણી પૂર્ણ કરવા માટે રહેવાસીઓ પાસેથી નામમાત્ર ફાળો લેવામાં આવે છે.

આપણું કચ્છી લોહાણા સમુદાય ખૂબ મહેનતી હોવાથી ઘણા સદસ્યોએ શૂન્ય થી સર્જન કર્યું. છેલ્લા 70 વરસથી આપણા સમુદાયની ચાર પીઢીઓ એક અડીગ સ્તંભ તરીકે ઉભી રહી. આપણે સખત મહેનત અને જરૂરીયાતમંદો માટે આદરની સંસ્કૃતિ વિકસાવી છે. આપણે વિશ્વના દરેક ભાગમાં આપણી સફળતાનો પરચમ લહેરાવ્યું છે.

0સમુદાય સ્થાપના
0મુલુંડમાં ઘરો બાંધ્યા
0લોકોએ આશ્રય આપ્યો

હેતુ ?

આ વેબ સાઈટ દ્વારે આપણે બધા કચ્છી લોહોણાઓને ભેગા થવાનું આહવાન કરીયે છીએ. આપણે બધા મળીને આપણા પૂર્વજોના સઁસ્કારોને આગળ વધારીએ અને એક બીજાસાથે સહકાર કરીને આપણા ચાર પીઢીઓના ભાઈ બેહેનોનું જીવન સ્તર સુધારવાની કોશિશ કરીયે. આપણા સમાજના સક્ષમ, ઈમાનદાર અને નિસ્વાર્થ ભાવે સેવા કરનાર વ્યક્તિઓને અમારી સાથે જોડાવવાની વિનંતી છે.

દ્રષ્ટિ

“સમુદાય દ્વારા સમુદાય માટે”

અમારી દ્રષ્ટિ આપણા સમુદાય માટે ઉચ્ચસ્તરની જીવન શૈલી વિકસિત કરવાની છે જેનાથી દરેક સભ્ય નો વિકાસ થાય અને જે વિકસિત થઇ જાય તેઓ બીજાઓને વિકસિત કરવા માટે સહાયતા કરે.

ધ્યેય

આપણું ધ્યેય આપણા સમુદાયના વિકાસ અને સમૃદ્ધિ માટે વધારામાં વધારે સ્ત્રોત પેદા કરીને દરેક સદસ્યને સ્વતંત્ર અને યશસ્વી બનાવવાનું છે.

ટીમ

અમે એક ટીમ તરીકે કામ કરીએ છીએ. અહીંયા બધા એક સરખા હોય છે. અમે અમારી ટીમના સદસ્યોને ઉંમર, જ્ઞાન, અને અનુભવ નો આદર કરવાની પરમ્પરા પાળવામાટે પ્રેરિત કરીએ છીએ. અમારી કોર ટીમ માં ડિજિટલ, ટેક્નોલોજિકલ, લીગલ, એન્ડ મૅનેજમેન્ટ ના નિષ્ણાતો છે જે શિસ્તબદ્ધ રીતે વિશ્વભરના લોહાણાઓને એક મન્ચ પર લાવવાની કોશિશ કરી રહ્યા છે.

Census Form

Our last census connected 850+ families and 5000+ members using technology; we are updating the same. When the base is strong in no matter of time, we will build a digital community. Would you please add your family details?

Details of Family Head

We need Volunteer

"FOR THE COMMUNITY BY THE COMMUNITY" is our vision and so we need members of the community to join us. We look forward to connecting all Kutchi Lohanas from all over the world to come forward and offer a helping hand.

We need professionals from any field, expertise in any form, and a groundwork team to join and help us fulfil our vision to accomplish our mission.

Join us now